ભક્તિનો રંગ હૈયેથી ઉતરી જાયે જો ઘડી ઘડી
કરજે સમજીને તું રંગ પાકો, ભક્તિને તો તે ઘડી
દર્શન ચાંદના પૂનમના ના થાયે તો હરઘડી
જોવી પડે વાટ પૂનમની, થાયે એ તો તે ઘડી
આવે ભરતી, ઊછળે મોજા, એ તો તે ઘડી
ઓટમાં ન રાખ તું એની આશ, વાટ જોજે ભરતીની
કાજળ ઘેરી વાટમાં, દેખાયે ના વાટ એ ઘડી
પ્રકાશ શોધજે તું, રાહ જોજે તું તો પ્રકાશની
દર્શન પ્રભુના જગમાં ના થાયે તો હરઘડી
કરજે કર્મો તું તો એવા, આવે નજદીક એ ઘડી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)