નીકળી ધરતીમાંથી હીરો, હીરો કાંઈ ચમકે નહિ
પહેલ પડતાં એના ઉપર, ચમક્યા વિના રહે નહિ
પહેલ એક પડતાં, હીરો કાંઈ હીરો તો બનશે નહિ
પડતાં પહેલ સર્વે સરખાં, મૂલ્ય થયા વિના રહેશે નહિ
કાચને પણ પડશે પહેલ, સાચા ચમક્યા વિના રહેશે નહિ
માનવ હીરો તું બનજે, મૂલ્ય તારું થયા વિના રહેશે નહિ
હીરાએ કહેવું પડશે નહિ, મૂલ્ય તો થયા વિના રહેશે નહિ
પહેલ જીવનમાં પાડજે સાચાં, ધન્ય થયા વિના રહેશે નહિ
હીરો જશે જ્યાં, એ તો ચમક્યા વિના રહેશે નહિ
પડતાં હાથમાં સાચા, મૂલ્ય થયા વિના રહેશે નહિ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)