રાખી જગમાં, એક જ તુજ પર આશા સાચી, ઊતર્યા તે ભવપાર
કરુણાકારી છે તું તો, મારા પર કરતી કરુણા તું તો અપાર
પ્રેમથી સહુને તું તો નીરખે, છે ના હૈયે તારા તો ભેદભાવ - કરુણા...
વાટ સદા તું તો જોતી, આવી મળે તને ક્યારે તારા બાળ - કરુણા...
સદાયે તું તો માફ કરતી, જાગે જ્યાં હૈયે તો પશ્ચાત્તાપ - કરુણા...
ભાવ થકી તો લાગે નજદીક, જાગે ભેદ ત્યાં દૂર દેખાય - કરુણા...
અંતરમાં તો સદા વહાલ ભરી, નીરખે સહુને તું તો સદાય - કરુણા...
મૂકી માનવમાં શક્તિ તારી, રહ્યો તોય એ તો નિસહાય - કરુણા...
લોભ-મોહ અહંના હૈયે દાનવ જાગે, હણે તેને તું તો તત્કાળ - કરુણા...
સદા માનવ ઝંખે દર્શન તારા, દેતી તું તો દયાના દાન - કરુણા...
રૂપ રૂપમાં ભરી વિવિધતા, રહ્યાં સદા તો માનવ છેતરાઈ - કરુણા...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)