હૈયેથી `મા’ ના હેતને તો વિસરશો નહિ
માયા પાછળ આંધળી દોટ દેશો નહિ
નાના કે મોટાનું અપમાન તો કરશો નહિ
હૈયે ક્રોધને તો વસવા કદી દેશો નહિ
કરતા દાન, લાભ-ખોટનો વિચાર કરશો નહિ
અવિચળ પ્રેમને, બંધનમાં તો બાંધશો નહિ
દુઃખના દિવસોમાં ધીરજ કદી ખોશો નહિ
સુખના દિવસોમાં બહેકી કદી જાશો નહિ
વ્યાપે હૈયે જો કામ, સંયમ રાખવું ભૂલશો નહિ
જિંદગીને લોભ-લાલચે લપેટશો નહિ
હૈયાના પાપને ધોવું તો કદી ચૂકશો નહિ
પુણ્ય ભેગું થાય એટલું કરવું ભૂલશો નહિ
દૃષ્ટિમાં `મા’ ને સમાવી, સર્વમાં `મા’ ને જોવું ભૂલશો નહિ
શ્વાસેશ્વાસ `મા’ નામથી ભરવા ચૂકશો નહિ
આવે તારે દ્વારે જે-જે, માન દેવું ચૂકશો નહિ
થાયે અપમાન તારા, ભૂલી જવું ભૂલતો નહિ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)