કરજે ખુલ્લાં દ્વાર તારા તું તો હૈયાના
આવકારજે કિરણો, મીઠાં તેમાં તું `મા’ ના
થાશે દૂર તો અંધકાર, પહોંચશે કિરણો તેમાં
રહેશે ના સાથે બંને, ભાગશે અંધકાર હૈયાના
ના દેતો પ્રવેશવા કદી, કિરણો વિકારના
પ્રકાશે-પ્રકાશે, પ્રકાશી ઊઠશે ખૂણા હૈયાના
ના કરજે આંખ મીંચી, ના કરજે બંધ દ્વાર હૈયાના
સદા રમવા એમાં દેજે, કિરણો તો `મા’ ના
ઝંખે સદા હૈયે માનવ, કરવા દૂર કિરણો અંધકારના
રાખે બંધ એ તો દ્વાર, સદા તોય હૈયાના
પ્રવેશશે પ્રકાશ જ્યાં, નહાશે હૈયું તો આનંદમાં
કરજે ખુલ્લાં દ્વાર તારા, તું તો હૈયાના
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)