ખેડવી છે અજાણી વાટ, આજ મારે અંતરને અજવાળે
તડપી ઊઠયાં છે પ્રાણ, આજ જાવાને તો `મા’ ને દ્વારે
ઊંડે ઊંડે અંતરમાં આજ, `મા’ નો સાદ તો સંભળાયે
મનડું મારું આજ, સાદે સાદે તો દોડયું જાયે
છૂટયા છે વિચારો બધા, મનડું `મા’ ના વિચારે મહાલે
આજ તો અંતરમાં `મા’ ની મૂર્તિ હસતી હસતી દેખાયે
વાટ છે તો અજાણી તોય અજાણી, અજાણી ના લાગે
હૈયામાં થઈ ગયું શું, એ તો મારી સમજમાં ન આવે
નથી ત્યાં કાંઈ બીજું, અંતર તો `મા’ ના વિચારે ઊભરાયે
વાણી મારી ત્યાં વિરમી, મનડું તો આનંદસાગરે નહાયે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)