કંઈક કાયાઓ જનમી જગમાં, કંઈક મળી તો રાખમાં
ના રાખ્યો જગે હિસાબ એનો, વીસરાયા એ વાત વાતમાં
પરદુઃખે દુઃખી થયા, સાથ દીધો અન્યના દુઃખમાં
બિરદાવ્યા જગે તો એને, રહ્યાં યાદ સદા એ હૈયામાં - બિરદાવ્યા...
પરહિતે તો ત્રાસ વેઠયાં, દુઃખ તો સહ્યાં કારમાં - બિરદાવ્યા...
થઈ કસોટી, રહ્યાં સ્થિર, હલ્યા ના કદી એ તો એમાં - બિરદાવ્યા...
સત્ય કાજે તો ઝઝૂમ્યા, જીવન વીત્યું સદા આદર્શોમાં - બિરદાવ્યા...
નાથ્યા વિકારોને સદા, ડૂબ્યા ના કદી એ વિકારોમાં - બિરદાવ્યા...
પરસ્ત્રીને માત ગણી, નિહાળી `મા’ ને સર્વ નયનોમાં - બિરદાવ્યા...
જગાવી જ્ઞાન જ્યોત, હટાવ્યા અંધકાર તો કંઈકના - બિરદાવ્યા...
સેવા કાજે તો દોડી ગયા, જીવન વિતાવ્યું સદા સેવામાં - બિરદાવ્યા...
મોતથી ડર્યા ના કદી, હસતા મુખે પેઠા મોતના મુખમાં - બિરદાવ્યા...
કંઈક જીવન જીવ્યાં એવું, ગણાયા એ તો અવતારમાં - બિરદાવ્યા...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)