યાદે-યાદે તારો દીવાનો બન્યો `મા’, નયનોથી આંસુ વહી ગયા
પ્રેમે-પ્રેમે તો પાગલ બન્યો `મા’, ભાન તો ભુલાઈ ગયા
રાતદિન તો સ્વપ્ના તારા રચું, સ્વપ્ને દર્શન તારા થઈ ગયા
ખૂલતાં આંખો એમાંથી માડી, વિરહના આંસું વહી ગયા
તેજે-તેજે તો તું દેખાઈ, દર્શન તેજમાં તો તારા થઈ ગયા
આંસુઓ તો જ્યાં ચમકી ગયાં, દર્શન એમાં તારા થઈ ગયા
શ્વાસે-શ્વાસે તો માડી, તારા શ્વાસ તો ગૂંથાઈ ગયાં
શ્વાસ નિઃશ્વાસની પળ પણ, ડંખ ખૂબ તો દઈ ગયા
પળ પળની પણ કિંમત વધી, પળના પલકારા ગણાઈ ગયા
પલકારા પણ સહન ના થયાં, વેરી એ તો બની ગયા
રહેમ હવે લાવ તું તો માડી, દર્શન કાજે અધીરા થઈ ગયા
દર્શન દઈને હૈયે શાંતિ દેજે, અમે તારા તો થઈ ગયા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)