આવ્યા દિન બે દિનના મહેમાન બનીને સહુ તો જગમાં
જગત તો છે, એક અનોખી ધરમશાળા
એક તો આવે, લે વિદાય તો બીજા, આ જગમાં
રહે ન કોઈ કાયમ જગમાં, જગ તો છે એક અનોખી ધરમશાળા
લાવ્યા ન કંઈ કોઈ સાથે તો આ જગમાં
લઈ જાશે ન કંઈ સાથે જગમાં, જગ તો છે એક અનોખી ધરમશાળા
કર્મો કેરી પૂંજી તો વાપરશે, લાવ્યા જે સાથે જગમાં
કરશે ભેગી સાથે કર્મની પૂંજી, જગ તો છે એક અનોખી ધરમશાળા
લખાવી ગયા કંઈક નામ અનોખા તો આ જગમાં
કંઈક બોળી ગયા નામ જગમાં, જગ તો છે એક અનોખી ધરમશાળા
થાશે મુલાકાત કંઈકની, હતાં બધાં એ તો અજાણ્યા
સમય સમય પર પડશે તો છૂટા, જગ તો છે એક અનોખી ધરમશાળા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)