સતાવો ના યાદોમાં તમે હવે તો મને, દિલની દુનિયાથી દૂર મારે જાવું છે
કરવું છે ઊભું, નવું અસ્તિત્વ મારું, જૂનું બધું ભૂલી જ્વા હું તો માગું છું
હકીકત બની ના શક્યા જ્યાં ખ્યાલો મારા, બની યાદો હવે મને શાને સતાવો છો
ખ્વાબો બની ના રહી શક્યા ખ્વાબમાં શાંતિથી, બની યાદ ઉત્પાત શાને મચાવો છો
સુખદુઃખ છે બંને સંકળાયેલા એમાં, બની યાદો હવે હૈયાંમાં શાને ઊછળી રહ્યાં છા
છે સંઘરાયેલી યાદો ઘણી ઘણી જીવનમાં, આવી હવે સાથે શાને હવે સતાવો છો
કંઈક યાદોની પડી છે રાખો તો હૈયાંમાં, ફૂંકી ફૂંકી પાછી એને ચિનગારી શાને બનાવો છો
ગૂંથાઈ ગયો છું નવા કામો ને વિચારોમાં, આવી આવી બાધા શાને એમાં નાંખો છો
મળી ના સફળતા જેની જીવનમાં, બનીને યાદો, હાથ ઢીલા મારા શાને પાડો છો
છો ભલે તમે મારીને મારી યાદો, બની ભાગ્ય, શાને શૂળની જેમ ખૂંચો છો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)