શિકાયત તું હવે શાને કરે છે, શિકાયત તું હવે શાને કરે છે
કરી ભૂલોને ભૂલોની પરંપરા, સર્જી ઉપાધિ જીવનમાં તેં તો એમાં - શિકાયત...
મળી અસફળતા તો જીવનમાં, પચાવી ના શક્યો નિષ્ફળતા જીવનમાં - શિકાયત...
ગણતરી વિનાનો ખેલ્યો જુગાર તું જીવનમાં, ધ્રુજી ઊઠયો એના પરિણામમાં - શિકાયત...
કરી ના શક્યો વાવણી સુખની તું જીવનમાં, લણવો પડે છે પાક દુઃખનો જીવનમાં - શિકાયત...
રહેશે ના ભાગ્ય તારું તારા હાથમાં, છોડી દીધો પુરુષાર્થ જ્યાં તેં જીવનમાં - શિકાયત...
કરવાનું હતું જે જ્યારે, કર્યું ના તેં એ ત્યારે, મળ્યું ના ફળ એનું જીવનમાં - શિકાયત...
અસંતોષની આગ જલાવી હૈયાંમાં, સર્જિ ઉપાધિઓ એમાં તેં તો જીવનમાં - શિકાયત...
ઝીલ્યું ના તેજ, રાખી બંધ આંખો જીવનમાં, અંધકારની શિકાયત શાને કરે છે - શિકાયત
ઊતર્યો ઊણો જીવનમાં તું પુરુષાર્થમાં, મળ્યું ના ધાર્યું ફળ તને જીવનમાં - શિકાયત...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)