કેમ તું એમાં અટકી જાતો નથી, હવે કેમ તું એમાં અટકી જાતો નથી
જોયા પાપોના પરિણામો જીવનમાં, કંપી ઊઠયો વારંવાર તું તો એમાં
ખોટી વાતો રહ્યો કરતો તું જીવનમાં, મળ્યું ના ધાર્યું પરિણામ તો એમાં
કરી બદબોઈ ઘણાની તેં તો જીવનમાં, આવ્યું ના કાંઈ હાથમાં તારા તો એમાં
કરતા ક્રોધ લગાડી ના તેં વાર, થાય ના સહન જીવનમાં એના રે પરિણામ
ચિંતાથી વળ્યું ના જીવનમાં કાંઈ, છોડી ના ચિંતા જીવનમાં તો જરાય
વગર વિચાર્યે જેમાં તેમાં તું તો ધસી જાય, પરિણામ તો એના સહન ના થાય
સંપીને રહ્યો ના તું તો જીવનમાં, વેર સહુ સાથે બાંધતોને બાંધતો જાય
વાંધાને વાંધા રહ્યો કાઢતો તું સહુમાં, કરી ના શક્યો પ્રગતિ જીવનમાં જરાય
મીઠી મીઠી વાતોમાં રહ્યો ફસાતો, લોભ લાલચમાં તણાતોને તણાતો જાય
સદ્ગુણોની ભેદીને દીવાલો જીવનમાં, દુર્ગુણો તરફ ધસતોને ધસતો જાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)