હોય ના ભાગ્ય જો મારું, જીવવાનું રે જગમાં, શાંતિભર્યું મરણ તો તું દેજે
સુખસાગરમાં હોય ના જો નહાવાનું ભાગ્યમાં, પ્રભુ દુઃખ સહન કરવાની શક્તિ તો દેજે
હોય ના મંઝિલ ભલે ભાગ્યમાં મારી, પ્રભુ પુરુષાર્થી જીવનમાં મને રહેવા તો દેજે
મનથી ભટકતોને ભટકતો રહું છું રે જગમાં, પ્રભુ સાચી સમજણમાંથી હટવા ના દેજે
રહ્યું ના ભાગ્ય સ્થિર ભલે રે જીવનમાં, પ્રભુ મને મનથી સ્થિર રહેવા દેજે
રહ્યો હોઉં ભલે દૂરને દૂર તારાથી જીવનમાં, પ્રભુ હવે દૂર તારાથી મને ના રહેવા દેજે
ભાગ્યે દીધું ના હોય ભલે મને જે જે જીવનમાં, પ્રભુ મને જીવનમાં સંતોષમાં જીવવા દેજે
સર્જે લક્ષ્મી જો ઉપાડા મારા રે જીવનમાં, પ્રભુ મને અકિંચન જીવનમાં રહેવા દેજે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)