સમજ્યા વિના, જાણ્યા વિના, જીવનમાં કરવી રે ફરિયાદ
જીવનમાં પડી ગઈ છે, આદત તને તો આ
સમજ્યા નહીં, વિચાર્યા નહીં, પરિણામો અહંના કરી રે એની ફરિયાદ
મળ્યું ના મળ્યું તને, જોઈ ના યોગ્યતા તારી, મળ્યું બીજાને એ શાને, કરી ફરિયાદ
સુખ જોઈએ જીવનમાં ઘણું, દૂર મહેનતથી રહેવું, એની કરવી તોયે ફરિયાદ
યોગ્યતાની ભૂમિકા, સ્વીકારે ના સ્વીકારે બીજા, લાગી તને તારી, બીજાની કરવી ફરિયાદ
બસ કહેવું, કહેવું અને કહેવું, સાંભળે ના જો કોઈ ત્યારે, કરવી એની રે ફરિયાદ
ભૂલવી ના ભૂલ અન્યની, ભૂલે ના ભૂલ જો કોઈ તારી, કરવી એની રે ફરિયાદ
દુઃખને દૂર કરવું, ભૂલી રહ્યો છે રટણ એનું ને એનું કરી, તોયે કરવી એની રે ફરિયાદ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)