થોડું થોડું, થોડું રહ્યું છે જગમાં, સહુમાં તો બધું, હોય ભલે એ થોડું થોડું
હોય ભલે કોઈ ચીજ ઝાઝી, કોઈ થોડી હોય,તોયે બધું હોય, ભલે એ થોડું થોડું
દુર્જનમાં પણ હોય છે કોઈ અંશ સદ્ગુણનો, હોય ભલે એ થોડું થોડું
ડરપોકને ડરપોકના હૈયાંમાં હોય છે બિંદુ હિંમતનું, હોય ભલે એ થોડું થોડું
ક્રૂર ને ક્રૂર લાગતા માનવમાં પણ, હોય છે પ્રેમનું બિંદુ, વહેતું હોય ભલે એ થોડું થોડું
અજ્ઞાની નથી જગમાં કોઈ પૂરું, હોય છે જ્ઞાનનું બિંદુ રહેલું, હોય ભલે એ થોડું થોડું
થાતા રહ્યાં વિચલિત સંજોગોમાં તો સહુ, થયા હોય ભલે એ થોડું થોડું
આવશે મંઝિલ પાસે થોડી થોડી, ચાલ્યા જ્યાં એ દિશામાં, ભલે તો થોડું થોડું
ઉલેચાઈ જાશે દુર્ગુણોથી ભરેલો ખાડો, કરતા જાશો ખાલી, ભલે એ થોડું થોડું
દુઃખ દૂર કરજો તમારાં ને અન્યના, થાય જીવનમાં રે, ભલે એ થોડું થોડું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)