રહ્યાં છે એ તો સાથેને સાથે, તારી જીવનયાત્રામાં, એ તો સાથેને સાથે
પળભર કે ક્ષણભર ભી તું થયો નથી છૂટો, પડયો નથી તું એનાથી છૂટો
પુત્ર પરિવાર સગાંસંબંધીના સાથ, રહ્યાં છૂટતાને મળતા તને જીવનમાં
મળ્યા ભલે જીવનમાં એ તો તને, રહ્યાં ના કદી સદા, રહ્યાં મળતાને છૂટતા
વર્ત્યા કદી તારા દુશ્મન બનીને, વર્ત્યા કદી સાથી બનીને, રહ્યાં એ તો સાથે ને સાથે
કરાવી મુસાફરી એણે જગના ખૂણેખૂણાની, રહ્યાં પાસે ને પાસે, રહ્યાં સાથે ને સાથે
ગણ્યાને ગણાવ્યા મેં એને મારા, તોયે જીવનમાં મારા ના બન્યા, રહ્યાં તોયે સાથે ને સાથે
રહ્યાં દોડતાને દોડાવતા મને એની પાછળને પાછળ, પણ રહ્યાં પાસે ને પાસે, સાથે ને સાથે
લડાવ્યા જીવનભર લાડ મેં તો એને, છોડી ના શક્યો એને, વીત્યા જનમોજનમ તોયે
પ્રભુ કેરા મિલાપે દૂર રહ્યાં એમાં તોયે, છોડયા ના સાથ એના, રહ્યાં એ સાથે ને સાથે
રહ્યાં સાથે તોયે, જોઈ ના શક્યો એને, તોયે છોડયા ના કદી એને, રહ્યાં એ સાથે ને સાથે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)