સમજદારીની સમજદારીના પડદા, જીવનમાં જ્યાં ચિરાઈ ગયા
સમજદારીની સમજદારીના માપ, જીવનમાં ત્યાં નીકળી ગયા
તરતી હતી સમજદારી છીછરા જળમાં, ઉત્પાત એ તો કરી ગયા
હતો મદાર જે સમજદારી ઉપર, હતા બેસમજદારીના બુંદ એમાં ભર્યા
સ્વીકારી ના શકી જ્યાં એ મુદ્રા, નવી જીદના કારણ એ બની ગયા
ભળ્યા સ્વાર્થ, ઇર્ષ્યા ને ક્રોધ જ્યાં એમાં, દૂષિત બનાવી એને એ ગયા
ભળ્યું સત્ય જ્યાં સમજદારીમાં, તેજ અનોખા એના એ પાથરી ગયા
તેજ સમજદારીના જ્યાં પથરાતાં ગયા, જીવન ઉજ્જવળ બનાવી એ ગયા
મળી દિશા જ્યાં સમજદારીને, શિખર જીવન સર તો થાતા ગયા
કસોટીએ ચડતી ગઈ જ્યાં સમજદારી, તેજ એને એ બનાવી ગયા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)