કોના આધારે, કોના સહારે (2)
રહું હું જીવનમાં કોના આધારે, ચાલું હું જીવનમાં કોના સહારે
આશાઓને આશાઓમાં રહ્યો હું તૂટતોને તૂટતો જીવનમાં, રહું હું કંઈ આશાઓના સહારે
મૂંઝાતોને મૂંઝાતો રહ્યો હું જીવનમાં, કામ ના આવી બુદ્ધિ ત્યારે, રહું હું કઈ બુદ્ધિના સહારે
વિશ્વાસને વિશ્વાસમાં રહ્યો તૂટતોને તૂટતો જીવનમાં, રહું હું કયા વિશ્વાસના સહારે
ઇચ્છાઓને ઇચ્છાઓ થઈ ના પૂરી ભલે રે જીવનમાં, રહી બાકી ઘણી ઇચ્છાઓ જીવનમાં
રહું હું જીવનમાં કઈ ઇચ્છાના આધારે, ચાલુ હું જીવનમાં કઈ ઇચ્છાના સહારે
નક્કી નથી મંઝિલ જીવનની જ્યાં મારી, રહ્યો છું ફરતો મંઝિલ વિના જીવનમાં
તૂટતાને તૂટતા રહ્યાં સદા ભાવો તો મારા, દગો દઈ ગયા મને ભાવો તો મારા
મસ્તિ વિનાના જીવનને, જીવન ગણું ના હું જગમાં, જીવવું જીવન કંઈ મસ્તિના આધારે, કઈ મસ્તીના સહારે
યાદોને યાદો રહી પલટાતીને પલટાતી જીવનમાં, કંઈકવાર એક જાગી, ત્યાં તો બીજી આવી
મળી નજરો કંઈક તો જીવનમાં, બની ગયો એમાં હું તો બેકાબૂ જ્યારેને ત્યારે
રહું હું હવે, ચાલું હું હવે, કઈ નજરની દૃષ્ટિના આધારે, કઈ દૃષ્ટિના સહારે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)