અમે સુધર્યા નથી, અમે સુધર્યા નથી, જીવનમાં અમે કાંઈ સુધર્યા નથી
રહ્યાં છીએ અમે એવાને એવા, સુધર્યા નથી એમાં તો કાંઈ શંકા નથી
આજ વીતી, કાલ વીતી, વીત્યા એવા કંઈક વર્ષોને વર્ષો, જીવનમાં તો કાંઈ સુધારા લાવ્યા નથી
રહ્યું છે જીવન આમ વીતતુંને વીતતું, જીવન કાંઈ અટક્યું નથી
દેવો હતો વળાંક જેવો જીવનને, વળાંક એવો જીવનને દીધો નથી
હતી ફરિયાદો પહેલાં જેવી અમારી, ફરિયાદોમાં કાંઈ બદલી આવી નથી
રહ્યાં ઉમરમાં અમે વધતાંને વધતાં, ફરિયાદોનો ઢગલો કર્યા વિના રહ્યાં નથી
રહ્યાં કરતા દાવા સ્થિરતાના જીવનમાં, અસ્થિર રહ્યાં વિના અમે રહ્યાં નથી
જીવન બગડયું કેટલું અમારું, ગોત્યા ના કારણો, કારણો દૂર અમે કર્યા નથી
મળ્યો મનુષ્ય જીવન અમને, જાનવર બન્યા વિના અમે તો રહ્યાં નથી
ગયા કંઈક પ્રવચનોમાં, કર્યા પૂજન અર્ચન ઘણા, લીધા આશીર્વાદ કંઈક સંતોના
જીવનમાં જીવનના ઢંગ અમે બદલ્યા નથી, અમે સુધર્યા નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)