અનંતના આંગણિયાને રે મારા, છે મારે એને તો માપવું
છે સાથે સાથીદારો તો મારા, પડશે માપ મારે એનું તો કાઢવું
છે ભલે બધા સાથેને સાથે, માંડવી પડશે ગણત્રી, રહેશે છેવટ સુધી કોણ સાથે
રહ્યો છું સદા, સમયની ભીંસમા ને ભીંસમા, રહીને ભીંસમાં પણ, છે આંગણિયું મારે માપવું
પડશે લેવા સાથ સાથીદારોના પૂરા, રહી જાશે નહીંતર માપવું અધૂરું
છે આંગણું મારું, છે એ કાર્યક્ષેત્ર મારું, પડશે મારે એ તો કરવું ને કરવું
રાખીશ જો અધૂરું, નથી કાંઈ એ ચાલવાનું, પડશે કરવું એ તો પૂરું
પડશે જે જે કરવું, કરીશ એ તો બધું, જ્યારે મારે તો છે એ માપવું
માપવામાંને માપવામાં અનંતના આંગણિયામાં, ભલે પડે મારે અને તેમાં ખોવાવું
અટકી જાશે ત્યારે એ અનંતમાં, અનંત માંગણીઓથી રહે છે હૈયું જે ઘેરાયેલું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)