તારા મનડાં, તારા મનડાંને તું સ્થિર કરતો જા, તું સ્થિર કરતો જા
રાખી સ્થિર એને રે જીવનમાં, જગમાં તું સ્થિર બનતો જા
રાખી ફરતુંને ફરતું એને રે જગમાં, જીવનમાં ઉપાધિઓમાં તું પડતો ના
હરદિન ને હરપળ કરી કોશિશો, સ્થિર એને તું કરતો જા
ઇચ્છાઓ તારી ઘુમાવશે એને, તારી ઇચ્છાઓને કાબૂમાં તું રાખતો જા
ખોટી આશાઓ જગાવી હૈયાંમાં, જીવનમાં નિરાશાઓમાં તું ડૂબતો ના
દુઃખ દર્દની માત્રાઓ ઘટાડી જીવનમાં, એની અસર નીચે જીવનને લાવતો ના
સદ્ભાવો વિનાના ભાવોમાં ના તણાતો, અન્ય ભાવોને કાબૂમાં તું રાખતો જા
સંકલ્પો ને શુભ સંકલ્પોને દૃઢ બનાવી, જીવન પર દૃઢતાથી કાબૂ મેળવતો જા
ભક્તિને હૈયાંમાં દઈ સ્થાન અનોખું, મનડાંને એમાં તું જોડતો જા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)