એવો નથી, એવો નથી પ્રભુ તો મારો, કાંઈ એવો નથી
વનવગડાની વાટે છોડી દે, નિરાધાર જીવનમાં એ કોઈને - પ્રભુ...
અટકાવે ના જીવનમાં એ કોઈને કર્મેમાં, એથી કાંઈ પ્રભુ મારો નિર્બળ નથી - પ્રભુ...
પુકારો પૂરાં ભાવથી, હૈયાંમાંથી એને જ્યારે, દોડી ના આવે એ તો ત્યારે - પ્રભુ...
તારી કરણી ઉપર છે નજર એની પૂરી, છેતરાય જાય એમાં એ તો - પ્રભુ...
છે યોજનાબદ્ધ સંચાલન જગનું એનું, ઊણપ કોઈની એમાં એ ચલાવી લે - પ્રભુ...
કર્મોની રેખામાં બાંધીને જગમાં સહુને, છૂટછાટ એમાં ચલાવી લે - પ્રભુ...
થાતાને થાતા રહ્યાં સહુ કર્મોથી દુઃખી, પ્રભુ કોઈને દુઃખી જગમાંના કરે - પ્રભુ...
પ્યાર છે સદા શસ્ત્ર એનું, ના પ્યાર વિના બંધાય જગમાં એ તો - પ્રભુ...
ના અન્યાય જગમાં એ કોઈને કરે, અન્યાય કરે એ કોઈને - પ્રભુ...
ભેદભાવ રાખે ના એ જગમાં કોઈ સાથે, કોઈના ભેદભાવ ચલાવી લે - પ્રભુ...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)