કર્યા નજરોએ એવા કયા રે ગુના રે પ્રભુ, રહ્યો તું નજરોથી દૂરને દૂર
મચ્યા હૈયાંમાં એવા કેવાં રે ઉત્પાત રે પ્રભુ, રહ્યો પ્રભુ તું હૈયાંથી દૂરને દૂર
આવી ભાવોમાં એવી કેવી રે ખામી રે પ્રભુ, રહેવાને દૂર મારાથી બન્યો તું મજબૂર
કઇ ચીજ આકર્ષી ગઈ મનડાંને જીવનમાં રે પ્રભુ, બની ના શક્યું તુજમાં એ સ્થિર
કયા કર્મોએ બાંધી લીધા, પુરુષાર્થના પગ મારા રે પ્રભુ, બની ગયો એમાં તું મજબૂર
રાખવું હતું દુઃખ દર્દને દૂરને દૂર, પડીને તો એમાં રે પ્રભુ, રાખ્યો મેં તો તને દૂરને દૂર
રહ્યો વાતોમાં શૂર, ગયો વિકારોમાં નથી, બન્યોને રહ્યો પ્રભુ તું મારાથી દૂરને દૂર
કરતોને કરતો રહ્યો કાર્યો જીવનમાં એવા રે પ્રભુ, હતું ના જે તને તો મંજૂર
મારુંને તારું, હૈયું હતું એનાથી ભરેલું રે પ્રભુ, હૈયું હતું મારું એનાથી ભરપૂર ને ભરપૂર
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)