હટી ના દ્વીધા હૈયાંમાંથી જ્યાં, દેવા દર્શન આવ્યો ના પ્રભુ, આવ્યો ના એ દર્શન દેવા
પગલેપગલાં પૂજ્યાં માયાના જીવનમાં જ્યાં, દેવા દર્શન આવ્યો ના પ્રભુ, આવ્યો...
કર્યું ના ખાલી હૈયું લોભલાલચમાંથી જ્યાં, દેવા દર્શન આવ્યો ના પ્રભુ, આવ્યો...
કાઢી ના ફુરસદ જીવનના નિત્ય કર્મમાંથી એને કાજે જ્યાં, દર્શન દેવા આવ્યો ના પ્રભુ, આવ્યો...
હૈયેથી બાંધ્યા ના પ્રેમના તાંતણા, એની સાથે જ્યાં દર્શન દેવા, આવ્યો ના પ્રભુ, આવ્યો...
નજરુંના ભેદને દીધું મહત્ત્વ જીવનમાં તો જ્યાં, દર્શન દેવા આવ્યો ના પ્રભુ, આવ્યો...
દુઃખ દર્દને તમાશા બનાવી દીધાં જીવનમાં જ્યાં, દર્શન દેવા આવ્યો ના પ્રભુ, આવ્યો...
ઘાટેને ઘાટે, વાટેને વાટે, કર્યા પ્રદર્શન વૈભવના જ્યાં, દર્શન દેવા આવ્યો ના પ્રભુ, આવ્યો...
નચાવ્યા મને ખૂબ જીવનમાં, નાચ્યા જ્યાં એમાં, દર્શન દેવા આવ્યો ના પ્રભુ, આવ્યો...
રાખી ભાવોમાં કચાશ, હતી પ્રેમમાં પણ એવી કચાશ જ્યાં, દર્શન દેવા આવ્યો ના પ્રભુ, આવ્યો...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)