પાપો તો વિચાર કર્યા વિના કર્યા, પુણ્ય કાજે ખૂબ વિચાર કરે છે શાને
દુઃખ દર્દના બાંધ્યા જીવનમાં રે પોટલાં, કરે છે ઢીલ ઉતારવામાં એને રે શાને
મળ્યા ના માન તારા કર્મોથી જીવનમાં જ્યારે, અન્યને માન દેતા અચકાય છે શાને
હરેક વાતમાં મીઠું મરચું ના ઉમેરાય, અન્યના દુઃખ દર્દમાં ભભરાવે છે તું એ શાને
ખોવાયો છે, અટવાયો છે જીવનમાં જ્યાં તું, અન્યને સાથે એમાં તું સંડોવે છે શાને
જે ગુનાઓથી મુક્ત રહી શક્યો નથી તું, અન્યના એવા ગુનાઓ ઉપર તું મલકાય છે શાને
મળ્યું ના કે પીધું ના પ્રેમનું અમૃત તેં જીવનમાં, અન્યને વંચિત એનાથી રાખે છે તું શાને
ઘડી ના શક્યો કલ્પના મુજબ જીવન તું તારું, અન્યના જીવનમાં બાધા નાંખે છે તું શાને
મરણ જેવું જીવન જીવ્યો તું જગમાં, અન્યના જીવનને મરણ જેવું બનાવે છે તું શાને
મળ્યો ના પ્રકાશ સાચો જીવનમાં તને જ્યારે, વંચિત રાખે છે અન્યને તો તું શાને
જીવનમાં જે તું જાણતો નથી, અજાણ્યો છે એનાથી, જાણકારીના દાવા કરે છે તું શાને
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)