તને કામ લાગશે, તને કામ લાગશે, જીવનમાં તને એ તો કામ લાગશે
એક એક કાંકરી કરી હશે ભેગી, જીવનમાં ક્યારેક તને એ તો કામ લાગશે
નાની નાની વાતો જીવનમાં, એક એક વાત જીવનમાં, ક્યારેક તને એ તો કામ લાગશે
દાનવીર ભલે જીવનમાં ના બને, હૈયાંમાં એક એક દયાના ભાવો, તને એ તો કામ લાગશે
ઓળખાણ તો છે ખાણ જીવનમાં, નાની નાની ઓળખાણ જીવનમાં, એ તો કામ લાગશે
ઓળખાણ તો જીવનમાં કામ લાગશે, જીવનમાં માતાની ઓળખાણ સદા એ તો કામ લાગશે
પ્રેમ તો બનાવે પ્રેમમય જીવન, સહુનું એક એક બિંદુ પ્રેમનું, એ તો તને કામ લાગશે
સદ્વિચારો ને વિચારો કરે ઘડતર જીવનમાં, એક એક સદ્વિચાર, તને એ તો કામ લાગશે
પગથિયે પગથિયે ચડાય શિખરો જીવનમાં, એક એક પગથિયું કામ લાગશે
શક્તિનો ભંડાર હોય ના ભલે પાસે તારી, એક એક બિંદુ શક્તિનું કામ લાગશે
જીવનના અંધકારમાં, એક એક તેજનું કિરણ જીવનમાં તને કામ લાગશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)