જીવનમાં રે, કરી છે ભૂલો મેં તો ઘણી ઘણી
કરી ઇન્કાર એનો, મારે નથી એને વધારવી
આવ્યા પરિણામો એવા, દીધી જીવનમાં હામ મારી તોડી
મળ્યો ના અવકાશ જ્યાં જીવનમાં તો એને સુધારવી
શીખ્યો ના જ્યાં એમાંથી, રહી પરંપરા એની રે સર્જાતી
કદી ના સમજાણી, પરિણામ તોયે એ તો લાવી
જ્યાં એમાંને એમાં અટવાયા, બંધ થઈ ગઈ દિલની દિલાવરી
કરી ના હોય ભૂલો જીવનમાં, મળે ના કોઈ એવો માનવી
જોશે હામ જીવનમાં, સહજતાથી તો એને સ્વીકારવી
થાય છે ભૂલો કદી એવી, પડી જાય જીવનમાં એ તો ભારી
કહી દે છે પરિણામો જીવનમાં એના, આંખો દે છે ઉઘાડી
અટકાવવી ને સુધારવી છે જરૂરી, રાખવું છે ચાલુ જીવનમાં ખાતું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)