મેં તો કાંઈ ના કર્યું, કર્યું તોયે ઘણું ઘણું
ચાલ્યો ના ભલે હું ડગલું, ચાલ્યો તોયે ઘણું ઘણું
રોક્યું ના જ્યાં એને રોક્યું, મુસીબતનું પડીકું મળ્યું
ચાલ્યો ના ભલે ડગલું, થાકવું તોયે મારે પડયું
ભલે બધે એ તો ફર્યું, ત્યાં ને ત્યાં પાછું એ તો ફર્યું
ઘણું ઘણું એણે તો જોયું, યાદ ના બધું તો રહ્યું
સુખદુઃખ ના એને હતું, સંગી તોયે એનું બન્યું
ફરી ફરી એ તો ફરતું રહ્યું, સ્થિર ના એમાં એ બન્યું
જ્યાં જ્યાં ઝાઝું ગમ્યું, ફરી ફરી ત્યાં એ તો દોડયું
કોઈના હાથમાં ના એ આવ્યું, હાથતાળી સહુને દેતું રહ્યું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)