આપદકાળમાં રહે જે સાથેને સાથે, ગણજે ને માનજે એને તું આપણા
કુટિલતા કામમાં સદા સાથ પુરાવે, અટકાવે ના એમાં ગણજે એને તું પરાયા
આપદકાળમાં દે સાંત્વના રહે, ખભે ખભા મિલાવી, જીવનમાં સાથમાં
પડતામાં પાટું મારી, રહે દૂર ઊભા, હસતા હસતા તો એ જોતા
જુએ ના દિન કે રાત, આપણા કાજે જાત પોતાની ઘસી નાખતા
ચડાવી ચડાવી ખસી જાયે, દૂર ઊભા રહી, રહે એ તમાશા જોતા
મળતાંને મળતાં, નજર સાથે નજર મળતાં, વહે ત્યાં સ્નેહની ધારા
મીઠું મીઠું મોઢે બોલી, રહે પીઠ પાછળ તો ઘા મારતાને મારતા
આપણા ઉત્કર્ષમાં રહે સાથ દેતાને દેતા, ને એમાં રાજી થાતાને થાતા
રહી રહી સાથેને સાથે, દુશ્મનોને રહે મદદ એ કરતાને કરતા
ગર્વથી કહે આપણને જે આપણા, માને સદા આપણને જે આપણા
કરતો ના ભૂલ જીવનમાં ઓળખવામાં તું કદી, કોણ આપણા, કોણ પારકા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)