હવે તો છે એની તો જરૂર, હવે તો છે એની તો જરૂર છે
ચાખ્યા ફળો અવિશ્વાસના જીવનમાં, હવે તો છે વિશ્વાસની જરૂર છે
હૈયાંની શિથિલતામાં ડગમગ્યાં ડગલા, મક્કમતાની હવે એને જરૂર છે
તોફાની મનના ઘોડલાં તાણી રહ્યાં જીવનને, હવે કાબૂમાં રાખવા એને જરૂર છે
અસંતોષની આગમાં ભડકે બળી રહ્યું છે જીવન, હવે સંતોષની શીતળતાની જરૂર છે
વેરના અગ્નિએ કરી રાખ હૈયાંની હૈયાંને, પ્રેમની ધારાની તો જરૂર છે
નિષ્ફળતા ને નિષ્ફળતાની રાહ પર ચાલ્યો જીવનમાં, હવે સફળતાની જરૂર છે
દુઃર્ભાગ્યના તાપમાં તપી ગયું છે જીવન અમારું, હવે ભાગ્યની વર્ષાની જરૂર છે
ભૂલી ગયા ઘણું ઘણું જીવનમાં, જીવનમાં હવે દુઃખ દર્દને ભૂલવાની જરૂર છે
વધવું છે જીવનમાં જ્યાં આગળ, ત્યાં જીવનમાં સરળતાને શાંતિની તો જરૂર છે
દર્શન વિના તારા રે પ્રભુ, તડપીને તડપી રહ્યાં અમે, હવે તારા દર્શનની તો જરૂર છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)