પનારે પડી ગયું, પનારે પડી ગયું, જીવનમાં જ્યાં એ પનારે પડી ગયું
તકલીફોને તકલીફોના, ધાડાને ધાડા જીવનમાં સહન કરવા તો પડયા
જીવનમાં રે જ્યાં, હૈયાંમાં અવગુણો તો પનારે પડી ગયા, પનારે પડી ગયા
દુઃખ દર્દના ચિત્કારોને ચિત્કારો હૈયેથી નીકળ્યા, જ્યાં હૈયે અવગુણો પનારે પડી ગયા
કમનશીબીને ને કમનસીબીને નોતરાં દઈ દીધા, જ્યાં હૈયે અવગુણો પનારે પડી ગયા
સાચા વિચારો ને સાચા માર્ગોને તાળાં લાગી ગયા, જ્યાં હૈયે અવગુણો પનારે પડી ગયા
જીવનમાં તો કાંટાને કાંટા વાવતાને વાવતા રહ્યાં, જ્યાં હૈયે અવગુણો પનારે પડી ગયા
સાચા રસ્તા જીવનમાં બધા, ભુલાઈ ગયા, અવગુણો હૈયાંમાં જ્યાં પનારે પડી ગયા
જીવનમાં અમે તો ક્યાં ને ક્યાં તો પહોંચી ગયા, અવગુણોને પનારે જ્યાં અમે પડી ગયા
વિકાસની ભાષા જીવનમાં અમે ભૂલતાને ભૂલતા ગયા, અવગુણોને પનારે જ્યાં પડી ગયા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)