સમર્થની પાછળ તો સહુ કોઈ દોડે ઉપાધિઓ પાછળ ના કોઈ દોડે છે
સમજણ તો સહુને વહાલી લાગે છે ઉપાધિઓને ના કોઈ ગળે વળગાડે છે
સુખ શાંતિને જીવનમાં સહુ કોઈ આવકારે, દુઃખ દર્દને ના કોઈ આવકારે છે
પ્રેમના બારણાં રાખી શકશે ખુલ્લાં, રાખતાં દ્વાર ખુલ્લાં વેરના, માનવ ફેંકાઈ જાયે છે
સમજદારીના દ્વાર હશે જીવનમાં જેના ખુલ્લાં, ઉપાધિ એના જીવનમાં, પ્રવેશ ના પામે છે
નિયમથી તો જગમાં બધું ચાલે છે, નિયમ તો જીવનમાં, શક્તિનાં પારણાં કરાવે છે
ગળાબૂડ સુધી પાણીમાં ડૂબેલાને પણ, બચવા વ્યર્થ કોશિશોએ તો મારે છે
જગમાં તારણહાર વિના એને તો જગમાં, બીજું ના કોઈ તો બચાવી શકે છે
દુઃખ દર્દના ચશ્મા દૂર કર્યા નથી જીવનમાં જેણે, દુઃખમય જગમાં બધું એને લાગે છે
પ્રભુ વસી જાશે સાચો જ્યાં દૃષ્ટિમાં, જગ તો એને પ્રભુમયને પ્રભુમય તો લાગે છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)