સમજદારીનો સૂરજ પ્રકાશી ઊઠશે, વાદળ સ્વાર્થના ના જો એને ઘેરી લેશે
પ્રકાશ એના પથરાતાને પથરાતા રહેશે, લોભ લાલચ જો એને ના લપેટી લેશે
પ્રકાશ જ્યાં સાચો એનો તો પ્રકાશસે, સત્ય સ્વરૂપ તારું ત્યાં તને સમજાશે
વિકારોને વિકારો જ્યાં એને સ્પર્શી જાશે, સમજદારીને જરૂર એ તો તાણી જાશે
ખોટાને ખોટા તંતો સમજદારીને જો બાંધી લેશે, સમજદારી ત્યાં લાચાર બની જાશે
ખોટા ખયાલો ને ખોટા તંતોથી બંધાયેલી સમજદારી સમજદારી તો ના કહેવાશે
પૂર્ણપણે જ્યાં એ પ્રકાશી ઊઠશે, સ્પષ્ટપણે બધું એમાં એ નાખતાં રહેશે
નાસમજના ગ્રહણમાં, પ્રકાશ સમજદારીનો તો ના કાંઈ પ્રકાશી શકશે
બની જાશે સમજદારી જ્યાં સ્વયંપ્રકાશિત, ઉત્તરોત્તર પ્રકાશ એનો ફેલાતો જાશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)