જોઈતું હતું જીવનમાં, જે મળ્યું નથી, માગ્યું હતું જીવનમાં જે, એ પામ્યા નથી
વિષમતાના વારી રહ્યાં જીવનમાં પીતાને પીતા, જીવનમાં તો એ જોઈતું નથી
મળતુંને મળતું રહ્યું જીવનમાં જે, એ જોઈતું નથી જીવનમાં તો એ ખપતું નથી
ચાહી શાંતિ જીવનમાં ઘણી ઘણી, ઉપાધિ વિના તો બીજું કાંઈ મળતું નથી
હતા પામવાના રસ્તા જીવનમાં ઘણાં ઘણાં, જેની અમને તો ખબર નથી
માંગે પરીક્ષાઓ એ તો જીવનમાં ઘણી ઘણી, દેવાની જેની તો તૈયારી નથી
મારા વિના મળે ના કોઈને કાંઈ, એ પતન વિના જીવનમાં કાંઈ લાવી નથી
મળે મનગમતું, લાવે એ આનંદમાં, અણગમતું જીવનમાં તો કોઈને જોઈતું નથી
ઈશ્વરઓની ઇચ્છાઓમાં જ્યાં ઉછળ્યા, માંગણીઓમાં તો સ્થિર રહ્યાં નથી
દર્દે દર્દે જીવનમાં રહી માંગણીઓ તો બદલાવી, દર્દ જીવનમાં સ્થિર રહ્યું નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)