જાદુભર્યા છે નયનો તમારા પ્રભુજી, જાદુભર્યા છે નયનો તમારા
જોઈ ના શકે જગમાં તો જે નયનો અમારા, જોઈ શકે એ તો નયનો તમારા
વહે ને વહેતી રહે સદા નયનોમાંથી તમારા, વહે સદા તો અમીની ધારા
વસી ગયા જ્યાં નયનોમાં અમારા, નયનો તમારા, બની ગયા તમે ત્યાં અમારા
વસી ગયા જ્યાં તમે નયનોમાં અમારા, છવાઈ ગઈ મસ્તી ત્યાં નયનોમાં અમારા
ખોવાઈ ગયા જ્યાં અમે નયનોમાં તમારા, રહે પ્રેમપાન કરતા ત્યાં નયનો અમારા
વરસાવે અપૂર્વ શીતળતા નયનો તમારા, પામે શીતળતા ત્યાં નયનો અમારા
વહે જ્યાં અપૂર્વ હેત નયનોમાંથી તમારા, હેતમાં હેતથી ન્હાય નયનો અમારા
સીધા સાદા હોય ભલે નયનો તમારા, અનેક અર્થો કાઢે એમાંથી નયનો અમારા
બચી ના શકીએ અમે નયનોમાંથી તમારા, બચવા ચાહે એમાંથી નયનો અમારા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)