રાત તો સપનામાં કાઢી, દીનભર સપના રહીશ જોતો, સાકાર કરીશ સપનાં ક્યારે તું
બાંધતો રહીશ પત્તાના મહેલ તું, જાશે એ તો તૂટી, ક્યાં સુધી બાંધતો રહીશ એને રે તું
નિષ્ફળતાના કિનારા રાખીશ જો દૂરને દૂર, સફળતાના કિનારા નજદીક પહોંચીશ તો તું
માટીના લીંપણથી તો સજાવાશે ઝૂંપડી, ક્યાંથી સજાવી શકાશે મહેલને એનાથી રે તું
ધોતોને ધોતો રહીશ દરિયામાં હાથ તારા, મીઠાશ લાવી શકીશ ક્યાંથી એમાં રે તું
કુદરતી હાજતને રોકી શકીશ ક્યાં સુધી, કુદરતની વિરુદ્ધ જઈ શકીશ ક્યાં સુધી રે તું
કરી સંગત જીવનભર તેં મૂરખાઓની, ભૂંસી શકીશ ક્યાંથી છાપ એવી રે તું
પાપમાં કરીશ પગ જ્યાં ભારી રે તારા, જીવન સફર તારી, હળવાશ ક્યાંથી કાઢી શકીશ રે તું
ચાલીશ એક ડગલું તું આગળ, હટીશ બે ડગલા તું પાછળ, પહોંચીશ ક્યારે મંઝિલે રે તું
દહાડા વીતશે ક્યાંથી રે તારા, લેશે અસંતોષ જો ઉપાડા, રાખજે અંકુશમાં એને રે તું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)