રહેજે ના દૂર તું તારાથી, બાંધતો ના એકવાર મમત્ત્વ તું તારાથી
જાણવો છે તારે તને તો જ્યારે, જાણીશ ક્યાંથી તો, ઊલટું તો કરવાથી
છે સમય પાસે તો જેટલો, છે પાસે તો તારી, વેડફાશે ખોટી દલીલબાજી કરવાથી
ખૂટશે હિંમત તારી, ગુમાવીશ સમતુલા તો તારી, ખોટા વિચારોના વમળો રચવાથી
દુઃખ દર્દની સીમા ખૂટશે ના તારી, દુઃખ દર્દને દર્દમાં તો ડૂબ્યા રહેવાથી
બનશે ના જીવનમાં તો કોઈ તારું, જીવનમાં ખાલી આપણું આપણું કહેવાથી
કામ છે તારું કરવાનું છે તારે, થાશે શું એ તો પૂરું, અપાત્રે એને સોંપવાથી
બાંધી મુઠ્ઠી તો સવાલાખની, વધશે કિંમત તો શું એની, એને ખુલ્લી કરવાથી
ક્રૂરતામાં આવી જાશે રે શું નરમાશ, એની પાસે વ્યર્થ રોક્કળ તો કરવાથી
પ્રભુ શું રીઝી જાશે રે જીવનમાં, ધનદોલત જીવનમાં ખોટા માર્ગે ભેગી કરવાથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)