સુખ કાજે ફરતું મનડું તો જગમાં, એમાં આજે કોનો ઉપાડો છે, શેનો ઉપાડો છે
આનંદ કાજે મનડું, રહે જગમાં બધે એ ફરતું, એમાં...
મનાવ્યું, એ ના માન્યું, સમજાવ્યું એ ના સમજ્યું, રહ્યું એનું એ તો કરતું - એમાં...
શોધ્યાં સાથીદારો એણે એવા, સોળે કળામાં નિપુણ, રહ્યું એમાં તો ફરતુંને ફરતું - એમાં...
દુઃખ દિલાસા ચાલશે ના એમાં, જ્યાં ઘડતર કર્મનું, એમાંને એમાં તો કર્યું - એમાં...
થયાં ના થયાં ધોવાણ જ્યાં કર્મોના, પાછું મનડાંને કર્મોમાં તો મેલું કર્યું - એમાં...
હતી ના જે જે હકીકત, હકીકત એ ગઈ બની, ધોવાણ કર્મોનું જીવનમાં જ્યાં થયું - એમાં...
હસતા કે રડતાં હૈયાંએ તો સહન કર્યું, મનડું તો એના તાનમાં, જે કરતું હતું, કરતું રહ્યું - એમાં...
ઘાએ ઘાએ નિષ્પ્રાણ બનતું ગયું હૈયું, પાશે કોણ એને પ્રાણનું અમૃત બિંદુ - એમાં...
નિષ્ફળતાની છે યાદી મોટી, નાથવા મનડાંને જગમાં કારણ સાચું તો ના જડયું - એમાં...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)