એવું તો જગમાં કોઈ નથી, ઇચ્છા વિનાનું જગમાં તો કોઈ નથી
પ્રેમનો સ્પર્શ, પામ્યો ના હોય જીવનમાં, એવું જગમાં તો કોઈ નથી
આવ્યા હોય ભલે તાપ કર્મના જીવનમાં, પામ્યા ના હોય શીતળતા એવું કોઈ નથી
મુક્તિ વિના ભટકે છે માનવી જગમાં, ભટક્યા ના હોય એમાં, એવું કોઈ નથી
પૂર્ણતાની કરે છે કોશિશો સહુ જગમાં, એમાં પડયા વિનાનો જગમાં કોઈ નથી
ચાહે છે સહુ કોઈ સાથ જગમાં જીવનમાં, ચાહતું ના હોય સાથ એવું કોઈ નથી
કર્યો ના હોય ક્રોધ, આવ્યો ના હોય ક્રોધ ક્યારેય જીવનમાં એવું તો કોઈ નથી
નાનું મોટું દુઃખ દર્દ સ્પર્શ્ય઼ું ના હોય ક્યારેય જીવનમાં એવું તો કોઈ નથી
કર્યો ના હોય ગુનો ક્યારેય, વિચાર, વાણી કે મનમાં જગમાં જીવનમાં એવું તો કોઈ નથી
આવ્યો ના હોય, કર્યો ના હોય, ક્યારેય વિચાર પ્રભુનો તો જીવનમાં, એવું તો કોઈ નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)