ભ્રમણાઓને ભ્રમણાઓ, ભ્રમણાઓની ભ્રમણામાં તો હું જીવી રહ્યો
જીવન એક ભ્રમણા છે, જીવનની ભ્રમણામાં તો હું જીવન જીવી રહ્યો
કદી સાચની ભ્રમણામાં રહ્યો, કદી જૂઠની ભ્રમણામા જીવનમાં હું રહ્યો
શંકાઓએ જીવનમાં પીછો ના છોડયો, જ્યાં શંકાઓની ભ્રમણામાં હું રહ્યો
જીવનમાં હારને હું તો ભેટયો, જ્યાં જિતની ભ્રમણાઓને ભ્રમણામાં હું રહ્યો
ના સુધર્યો, ના સુધર્યો હું તો જીવનમાં, જ્યાં હું મારા સદ્ગુણોની ભ્રમણામાં રહ્યો
પ્રભુને જીવનમાં ના પામી શક્યો, જ્યાં પ્રભુની ભ્રમણામાં હું જીવી રહ્યો
સુખને સુખની ભ્રમણામા હું તો રહ્યો, જીવનમાં સાચા સુખથી હું દૂર રહ્યો
વાસ્તવિક્તા ને ભ્રમણાનું અંતર જ્યાં ના માપી શક્યો, ભ્રમણાઓમાં હું જીવી રહ્યો
ભ્રમણાઓને કાબૂમાં જ્યાં ના રાખી શક્યો, ભ્રમણાઓનો ભોગ બનતો રહ્યો
ભ્રમણા વિનાનું જીવન ના જીવ્યો, ભ્રમણાઓને ભ્રમણાઓમાં ત્યાં જીવી રહ્યો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)