જીવનમાં તો આવે સદાય તડકો ને વળી છાંયા
કાચા તાંતણા છે જીવનના, કાચી છે તો કાયા
ના જોડજે મનડું એમાં, બાંધજે ના એમાં માયા
ના કંઈ લઈ જાશે સાથે, સાથે ના કંઈ લાવ્યા
સવાર પડે સૂરજ ઊગે, ક્રમ આ તો ના બદલાયા
આવ્યા કેટલા, ગયા કેટલા, હિસાબ ના મગાયા
કર્મો કીધાં સાચાં-ખોટા, એ સદા તો લખાયાં
કદી વહેલાં, કદી મોડાં, પડશે એ તો ભોગવવાં
કર્મોની ફેરબદલીએ, કાયા ને સંજોગો ઘડાયા
દઈને ચાવી હાથમાં માનવને, કર્તાએ હાથ ખંખેર્યા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)