બંધ કરી મુઠ્ઠી તારી, ના જાજે તું ‘મા’ ને દ્વાર
ભરશે શું એમાં માતા, જ્યાં બંધ છે તારા હાથ
હૈયે વાસનાની હોળી સળગાવી, ના જા તું ‘મા’ ની પાસ
ઝીલશે તું ક્યાંથી કિરણો, દૂર ના થાશે અંધકાર
વિચારોના પડદા પાડી, ના અંતર એમાં તું પાડ
કરવા દર્શન ‘મા’ નાં, અનોખા પડદા એ તો હટાવ
અદ્દભુત ગુંજન ‘મા’ નું, તને નહિ તો સંભળાય
અંતરનો કોલાહલ તારો, જો શમી ના જાય
ડગલે-ડગલે લાગે પાસે, ક્યારે તો દૂર વરતાય
એકરૂપ અંતરથી બની, અંતરનું અંતર કાઢ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)