મોતને લઈને હાથમાં તારા, મોત સામે ભીડજે બાથ
લેવો હોય તો સદાય લેજે, ઉપરવાળાનો સાથ
ક્ષણે-ક્ષણે તો માથે ભમે, ભમતું રહે એ સદાય
ત્રાટકશે ક્યારે એ તો માથે, એ તો ના સમજાય
આવકારવા રહેજે તૈયાર, કદી એ અટકી જાય
ગફલતમાં રાખીને તને, ત્યાં એ તો ભેટી જાય
રસ્તો રોકી તો એ ઊભો છે, પાસે એની સીધો હિસાબ
લાંબી-ટૂંકી વાત ના કરે, પતાવે એ તો ત્યાં ને ત્યાં
તૂટ્યું એ તો જેના પર, વિરલા કોઈક જ બચ્યા એમાં
ચિરંજીવીમાં ગણતરી થઈ, જગે એને તો વંદ્યા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)