ગોત્યાં ચરણ કંઈક જગમાં, ના મળ્યાં ‘મા’ તારા જેવાં
પહોંચે એ તો સહુનાં દ્વારે, લાગે એ તો પ્યારાં
સેવા કાજે મક્કમ રહેતાં, ફૂલથીયે મૃદુ રહેનારાં
કદી એ વિરાટ બનતાં, કદી વામન બનતાં, છે બહુ ન્યારાં
પગલે-પગલે મંગળ થાયે, છે પગલાં મંગળ કરનારાં
ના થાકે એ તો, અવિરત ચાલે, છે સદા રક્ષણ કરનારાં
પગલે-પગલે મનડું ખેંચે, ઋષિમુનિઓએ ગુણ ગાયા
પોકાર કરતાં પહોંચે દ્વારે, પહોંચતાં તો ના અચકાયા
આશ ધરી તો સહુએ એની, વિરલા કોઈક જોનારા
કદી અહીં, કદી ત્યાં, સર્વ ઠેકાણે એ તો દેખાયા
શું કરવી તો વાત એની, પગલે-પગલે કંકુ વેરાયા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)