જે રાતે સુવાડે, સવારે જગાડે, સમય પર તો જમાડે
અલિપ્ત રહી સહુથી, એ તો જગને રમાડે
અહીંયા પણ છે, એ ત્યાં પણ છે, રહે એ સર્વ ઠેકાણે
ના મળે જગમાં એવી જગ્યા, જ્યાં એ તો ના જડે
તેજમાં ભી રહે, અંધારે ભી વસે, હૈયે-હૈયે તો એ વસે
છુપાઈ તો એવો રહે, એ તો જલદી ગોત્યો ન જડે
કર્તા ભી છે, કારણ ભી છે, કારણ એનું ના મળે
ઇચ્છા વિના એની જગમાં, પાંદડું ભી ના હલે
જીવનમાં રહે, મોતમાં ભી વસે, પળે-પળે દરકાર કરે
એના પ્રેમમાં તો કમી કદી તો ના રહે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)