યાદ તારી હૈયામાં માડી, ગઈ જ્યાં આવી
બેકરારી દિલમાં ગઈ ત્યાં તો જાગી (2)
નીંદ તો નયનોમાંથી ગઈ છે ભાગી – બેકરારી...
ધડકને ધડકનો તારા નાદે ગૂંજવા લાગી - બેકરારી...
ઝંખના તારી, રોમેરોમ તો કરવા લાગી - બેકરારી...
કરુણા તો દૃષ્ટિમાં વસવા લાગી - બેકરારી...
વાણી તારા બોલ તો બોલવા લાગી - બેકરારી...
પળે-પળે, તારાં દર્શન કાજ વ્યાકુળતા જાગી - બેકરારી...
પગલે- પગલે તારાં દર્શનની આશાઓ જાગી - બેકરારી...
હૈયું મારું-તારું તો ભૂલવા લાગી - બેકરારી...
ભાવના પ્રેમની જીવનમાં ફોરવા લાગી - બેકરારી...
મન તો ભમવું ભૂલી, હાર એની માની - બેકરારી...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)