જનમતાં, મારું-મારું કરતાં શીખ્યા, સ્વાર્થના ઘૂંટડા ભરતા રહ્યા
રગેરગમાં ગયો એ વ્યાપી, બીજું બધું ભૂલી ગયા
ત્યાગની વાત કરતા ગયા, ત્યાગમાં સ્વાર્થ શોધી રહ્યા
પ્રાર્થનામાં સ્વાર્થ ભરી, સ્વાર્થ કાજે દર્શન માગી રહ્યા
દેખાતા જગનાં દર્શન થાતાં, માયાના રસ પીવાતા રહ્યા
જાગતા-ઊંઘતા, માયાનાં નિત્ય દર્શન કરતા રહ્યા
સગપણ સ્વાર્થે ટક્યા, ટકરાતા સ્વાર્થ તૂટી ગયા
સ્વાર્થમાં તો ભાન ભૂલ્યા, વિવેક ચૂકતા ગયા
નિત્ય નવા સ્વાર્થ જાગતા રહ્યા, સ્વાર્થે સદા તણાતા ગયા
ખરાનું ખોટું કરતા ગયા, સ્વાર્થમાં ડૂબતા ગયા
સધાતા સ્વાર્થ મધ ઝર્યા, ટકરાતાં અગ્નિ ઝર્યા
સ્વાર્થે ના સમજાયું, પ્રભુદર્શને સ્વાર્થ સમાયા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)