મનના શાંત જળને શાંત રહેવા દે
નાખીશ ના તું એમાં પથરા
ડોળાશે જ્યાં મનડું તારું
બનશે દુર્લભ દર્શન શાંતિનાં
વિચારોનાં વમળો જાગશે ભારી
કરવા શાંત, બનશે આકરાં
દેખાશે દર્શન એમાં ન સાચું
થાશે દર્શન તારી વિકૃતિનાં
છે તો અરીસો એ તો સાચો
થાશે દર્શન તારાં ખુદનાં
દેન છે પ્રભુની આ તો કેવી
રહી એમાં, રહ્યા તુજથી છૂપા
દેજે ફેંકી માયાના પથરા ને શંકા કેરા કાંકરા
દેખાશે મનડું તારું, દર્શનનાં થાશે ફાંફાં
હર માનવને શક્તિ છે આ દીધી
પામ્યા પ્રભુને, ઉપયોગ કીધા સાચા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)