જીવનમાં આમ પણ થાયને, જીવનમાં તેમ પણ થાય
કર્યું હોય જીવનમાં જેવું, જીવનમાં એવું એ તો નિશ્ચિત થાય
આવ્યું પરિણામ, કર્યું તેં તો જેવું, કદી હસાવી, કદી એ રડાવી જાય
કદી ધાર્યું થાય, કદી અણધાર્યું થાય, કદી વિચારમાં એ મૂકી જાય
કદી પલકમાં, કદી સંજોગોમાં, કદી વેળા, કદી કવેળા એ થાતું જાય
થાય ભલે એ જેવું, અનુભવ એનો એ આપતુંને આપતું જાય
કદી હકારને નકારમાં બદલ, કદી નકારને હકારમાં બદલતું જાય
કદી શાંતિ, કદી અશાંતિ જગાવી, જીવનમાં રંગ એ બદલી જાય
કરી શકે ભલે એ બધું, જીવન સહુના તોયે અધૂરા રહી જાય
જગમાં જીવનમાં ફેરા ઊભા કરી જાય, જીવનમાં એવું એ તો થાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)