ઉપકાર તારા તો છે એટલા માડી, ગણ્યા ના ગણાય
કરીએ કોશિશ ભલે ઘણી, એ તો ઉતારી ના શકાય
એક હોય તો ગણીએ, એ તો ગણ્યા ગણી ના શકાય
ગણતાં ન આવે પાર એનો, જીવન એમાં વીતી જાય
શ્વાસ મળ્યો એવો જીવનમાં, છેલ્લો શ્વાસ છૂટી જાય
ઉપકાર તારા ચાલુ રહે માડી, અંત એના ના દેખાય
વિપરીત સંજોગોમાં માડી, ઉપકાર તારા ના સમજાય
સંજોગે પલટાતા માડી, તારો હાથ તો વરતાય
ઉપકાર તારા અટકે નહિ, એક પછી એક મળતા જાય
તારા ઉપકાર વિનાનું પ્રાણી નથી, સહુ ઉપકારે તો નહાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)